રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024

બાથરૂમની દીવાલમાંથી મળ્યા લાખો રૂપીયા, અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી

બાથરૂમની દીવાલમાંથી મળ્યા લાખો રૂપીયા, અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી
MALA SINHA: આપકી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે... આ ગીત યાદ છે? તેની અભિનેત્રીએ એક વખત એવો ખતરનાક ખુલાસો કર્યો હતો કે જાણીને આખો દેશ ચોંકી ગયો હતો.

 
'આપકી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે' આ ગીત તો તમને યાદ જ હશે ઉપરાંત 'ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં' ગીતોમાં તેના મોહક સ્મિતથી લોકોને દિવાના બનાવનાર માલા સિન્હાએ 40 વર્ષથી બોલિવૂડ પર રાજ કર્યું છે.
1/ 8
 આ જ  વર્ષોમાં તેણે એકથી વધુ ફિલ્મો આપી હતી. એવું કહેવાય છે કે 60 થી 80 ના દાયકા સુધી, તેનું નામ પણ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું.તેની સુંદરતા જોઈને બધા તેના પર દિલ ખોલી નાખતા અને  તેની એક્ટિંગ જોઈને જ્યાં દર્શકો ખુશ થઈ જતા હતા.

 કંજૂસ અભિનેત્રીએ સૌને ચોંકાવી દીધા: પણ એ ઇમેજ સિવાય તેણીને તેના વાસ્તવિક જીવનમાં  બોલિવૂડની સૌથી કંજૂસ અભિનેત્રી માનવામાં આવતી હતી.

 કહેવાય છે કે તેની કંજૂસાઈ એટલી હતી કે તેના ઘરે આવકવેરા વિભાગે દરોડા પણ પાડ્યા હતા. આ દરમિયાન માલાએ પોતાના પૈસા બચાવવા માટે મીડિયા અને કોર્ટની સામે કંઈક એવું કહ્યું હતું, જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ એટલૂ સ્ફોટક નિવેદન હતું કે તમને માનવમાં ન આવે.


 બાથરૂમમાંથી 12 લાખના બંડલ મળી આવ્યા: વર્ષ 1978ની આ વાત છે. જ્યારે માલા સિન્હા સફળતાના શિખરે હતા. આ દરમિયાન તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જેણે તેમની ખુશી છીનવી લીધી હતી અને જિંદગીની શાંતિને હચમચાવી દીધી. આ મામલો આવકવેરાને લગતો હતો.

 મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 1978માં મુંબઈમાં માલા સિન્હાના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. દરોડામાં તેના બાથરૂમમાંથી 12 લાખના બંડલ મળી આવ્યા હતા. તે દિવસોમાં 12 લાખ રૂપિયા બહુ મોટી રકમ હતી. એટ્લે સ્વાભાવિક રીતે જ તે શંકાના દાયરામાં આવી ગઈ હતી.

 આટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મામલો એટલો મોટો હતો કે કોર્ટ સુધી પહોંચ્યો હતો. માલા સિન્હા એ વિચારીને નારાજ થઈ ગઈ કે તેની એ તમામ કમાણી જપ્ત થઈ શકે એમ હતી. તેથી, વકીલ અને તેના પિતા આલ્બર્ટ સિન્હાના કહેવા પર તેણે કોર્ટમાં કબૂલાત કરી લીધી હતી  કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિમાંથી કમાયા છે.
 માલાના આ નિવેદનથી મીડિયા જ નહીં દેશના ઘણા બધા લોકો ચોંકી ગયા હતા. તેની આ વાતમાં સત્ય કેટલું એ તો ભગવાન અને અભિનેત્રી બે જ જાણે છે પણ ત્યાર પછીથી તેની ઇમેજ એકદમ ખરાબ થઈ ગઈ હતી અને તે પોતે પણ પાછળથી ભાંગી પડી હતી.જો કે એક વર્ગ એવું જ મને છે કે તેણીએ પૈસા બચાવવા માટે આ કબૂલાત કરી હતી. કારણ કે તે પણ પિતાની જેમ કંજૂસ જ હતી.


1 ટિપ્પણી: