રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024

Pakistan: વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ભંડાર પાકિસ્તાનમાંથી મળ્યો

ગરીબ હોવાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહેલો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આવનારા દિવસોમાં દુબઈ જેવો અમીર બની શકે છે.
 તેનું કારણ એ છે કે પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે. 
જાણો આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર કેવી અસર થશે? 

દુબઈમાં જ્યારે ક્રૂડ ઓઈલ મળ્યું ત્યારે તેના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો.

એટલો પૈસો આવ્યો કે આજે તે દુનિયાના સૌથી ધનિક દેશોમાંનો એક છે અને દુનિયાના લગભગ તમામ અમીર લોકો ત્યાં રોકાણ કરી રહ્યા છે. 
પાકિસ્તાનમાં થોડા વર્ષો પછી આવી જ સ્થિતિ બની શકે છે, 
કારણ કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને તેની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. 
આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કેવી રીતે બદલાશે અને તેના કારણે ભારતને શું નુકસાન વેઠવું પડી શકે છે? 

પાકિસ્તાનની એક ન્યૂઝ ટીવી ચેનલ અધિકારીને ટાંકીને માહિતી આપી હતી કે લગભગ 3 વર્ષના સર્વે બાદ આ ભંડાર મળી આવ્યો છે.
  તે પછી જ પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં તેલના ભંડારના અસ્તિત્વની પુષ્ટિ થઈ શકશે. 

હવે પાકિસ્તાન આ પેટ્રોલિયમ ભંડારનો ફાયદો ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે.
 કૂવા ખોદવા, શોધખોળ વગેરે માટે ટૂંક સમયમાં બિડ મંગાવી શકાય છે. 
જો કે, આ હોવા છતાં, અહીંથી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શરૂ કરવામાં થોડા વર્ષો લાગી શકે છે. 
તિયા ના અધિકારીનું કહેવું છે કે આ બાબતે પહેલ કરીને અને ઝડપથી કામ પૂરું કરવાથી પાકિસ્તાનની આર્થિક કિસ્મત બદલવામાં મદદ મળી શકે છે. 

હાલમાં વેનેઝુએલામાં વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે. જ્યારે વિશ્વના ટોપ-5 દેશોમાં સાઉદી અરેબિયા, ઈરાન, કેનેડા અને ઈરાકનો સમાવેશ થાય છે. 
અમેરિકા પાસે સૌથી વધુ સંચિત તેલ ભંડાર છે. 

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફાયદો 

પાકિસ્તાન હાલમાં વિશ્વના ટોચના 30 ક્રૂડ ઓઈલ આયાતકારોમાંનું એક છે.
 તેની વાર્ષિક ક્રૂડ ઓઈલની આયાત 5 અબજ ડોલરથી વધુ છે.
 પાકિસ્તાન માટે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સ્ત્રોત સાઉદી અરેબિયા છે. 
જ્યારે તે પછી સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત અને નેધરલેન્ડ્સ આવે છે. 

 આ સ્થિતિમાં તે વિશ્વનો 18મો સૌથી મોટો તેલ નિકાસકાર બન્યો. 
જ્યારે તેલ ભંડારની દ્રષ્ટિએ તે 7મા સ્થાને છે. 
અબુ ધાબીમાં પણ UAEમાં સૌથી વધુ તેલનો ભંડાર છે, જ્યારે દુબઈમાં માત્ર 4 અબજ બેરલ તેલનો ભંડાર છે. આમ છતાં દુબઈની અર્થવ્યવસ્થાને તેલથી જબરદસ્ત મજબૂતી મળી છે.

તો પ્રશ્ન એ પણ થાય શું ભારતને નુકસાન થશે? 

પાકિસ્તાનમાં તેલના ભંડાર મળવાથી ભારતના અર્થતંત્ર પર પણ મોટી અસર પડી શકે છે.
 જો તેલના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મજબૂત બનશે તો તેની તાકાત પણ વધશે.
 આ સ્થિતિ ભારત માટે અનુકૂળ નહીં હોય,
 કારણ કે 1947થી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ છે. 
એટલું જ નહીં તેલના ભંડારને કારણે વિશ્વની મોટી આર્થિક શક્તિઓને પાકિસ્તાનમાં રસ પડી શકે છે. 
જેના કારણે આ વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ પણ સર્જાઈ શકે છે. 
આ સ્થિતિ પહેલા પણ ઈરાકના કિસ્સામાં જોવા મળી છે.



બાથરૂમની દીવાલમાંથી મળ્યા લાખો રૂપીયા, અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી

બાથરૂમની દીવાલમાંથી મળ્યા લાખો રૂપીયા, અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી
MALA SINHA: આપકી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે... આ ગીત યાદ છે? તેની અભિનેત્રીએ એક વખત એવો ખતરનાક ખુલાસો કર્યો હતો કે જાણીને આખો દેશ ચોંકી ગયો હતો.

 
'આપકી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે' આ ગીત તો તમને યાદ જ હશે ઉપરાંત 'ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં' ગીતોમાં તેના મોહક સ્મિતથી લોકોને દિવાના બનાવનાર માલા સિન્હાએ 40 વર્ષથી બોલિવૂડ પર રાજ કર્યું છે.
1/ 8
 આ જ  વર્ષોમાં તેણે એકથી વધુ ફિલ્મો આપી હતી. એવું કહેવાય છે કે 60 થી 80 ના દાયકા સુધી, તેનું નામ પણ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું.તેની સુંદરતા જોઈને બધા તેના પર દિલ ખોલી નાખતા અને  તેની એક્ટિંગ જોઈને જ્યાં દર્શકો ખુશ થઈ જતા હતા.

 કંજૂસ અભિનેત્રીએ સૌને ચોંકાવી દીધા: પણ એ ઇમેજ સિવાય તેણીને તેના વાસ્તવિક જીવનમાં  બોલિવૂડની સૌથી કંજૂસ અભિનેત્રી માનવામાં આવતી હતી.

 કહેવાય છે કે તેની કંજૂસાઈ એટલી હતી કે તેના ઘરે આવકવેરા વિભાગે દરોડા પણ પાડ્યા હતા. આ દરમિયાન માલાએ પોતાના પૈસા બચાવવા માટે મીડિયા અને કોર્ટની સામે કંઈક એવું કહ્યું હતું, જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ એટલૂ સ્ફોટક નિવેદન હતું કે તમને માનવમાં ન આવે.


 બાથરૂમમાંથી 12 લાખના બંડલ મળી આવ્યા: વર્ષ 1978ની આ વાત છે. જ્યારે માલા સિન્હા સફળતાના શિખરે હતા. આ દરમિયાન તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જેણે તેમની ખુશી છીનવી લીધી હતી અને જિંદગીની શાંતિને હચમચાવી દીધી. આ મામલો આવકવેરાને લગતો હતો.

 મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 1978માં મુંબઈમાં માલા સિન્હાના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. દરોડામાં તેના બાથરૂમમાંથી 12 લાખના બંડલ મળી આવ્યા હતા. તે દિવસોમાં 12 લાખ રૂપિયા બહુ મોટી રકમ હતી. એટ્લે સ્વાભાવિક રીતે જ તે શંકાના દાયરામાં આવી ગઈ હતી.

 આટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મામલો એટલો મોટો હતો કે કોર્ટ સુધી પહોંચ્યો હતો. માલા સિન્હા એ વિચારીને નારાજ થઈ ગઈ કે તેની એ તમામ કમાણી જપ્ત થઈ શકે એમ હતી. તેથી, વકીલ અને તેના પિતા આલ્બર્ટ સિન્હાના કહેવા પર તેણે કોર્ટમાં કબૂલાત કરી લીધી હતી  કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિમાંથી કમાયા છે.
 માલાના આ નિવેદનથી મીડિયા જ નહીં દેશના ઘણા બધા લોકો ચોંકી ગયા હતા. તેની આ વાતમાં સત્ય કેટલું એ તો ભગવાન અને અભિનેત્રી બે જ જાણે છે પણ ત્યાર પછીથી તેની ઇમેજ એકદમ ખરાબ થઈ ગઈ હતી અને તે પોતે પણ પાછળથી ભાંગી પડી હતી.જો કે એક વર્ગ એવું જ મને છે કે તેણીએ પૈસા બચાવવા માટે આ કબૂલાત કરી હતી. કારણ કે તે પણ પિતાની જેમ કંજૂસ જ હતી.


Gadar 2 Viral Video : 'ગદર 2'ના આ એક્શનની સામે હેન્ડપંપ ઉખેડવાનું દ્રશ્ય ફેલ, રિલીઝ પહેલાં જ લીક થયો VIDEO

Viral Video : બોલિવૂડના દિગ્ગજ અને મજબૂત એક્શન સ્ટાર સની દેઓલની ફિલ્મો માટે ચાહકોમાં ક્રેઝ આજે પણ જોવા મળે છે. સની દેઓલે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે લોકો તેમની જૂની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તેની ફિલ્મોના ડાયલોગ્સથી લઈને એક્શન સીન્સથી ફેન્સ પ્રભાવિત થાય છે.
તેમની આવી જ એક ફિલ્મ હતી 'ગદર'. આ ફિલ્મે સની દેઓલનું ભાગ્ય બદલી નાખ્યું.
BIGGEST CLASH: આ બે મોટી ફિલ્મોની ટક્કર સની દેઓલની 'ગદર 2' સાથે થશે

આ ફિલ્મમાં તારા પોતાના પ્રેમ માટે પાકિસ્તાન ગયો હતો અને ત્યાંનો હેન્ડપંપ ઉખાડી નાખ્યો હતો. ગદરનું આ દ્રશ્ય કોઈ કેવી રીતે ભૂલી શકે? વર્ષો પછી સનીએ 'ગદર 2'ની જાહેરાત કરી છે. 'ગદર 2'નું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે. આ દિવસોમાં સની દેઓલ તેની ટીમ સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન શૂટિંગ દરમિયાનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફિલ્મનો એક જબરદસ્ત સીન શૂટ થઈ રહ્યો છે. આ દ્રશ્ય જોયા પછી લોકોને હેન્ડપંપ વાળો સીન ચોક્કસ યાદ હશે. વાસ્તવમાં વીડિયોમાં જોઈ શકાય છે કે સની અને અમીષા પટેલ એક-એક પોલ સાથે બંધાયેલા છે. પોલીસકર્મીઓ તેમની આસપાસ ઉભા જોવા મળે છે. જેમાંથી બધા તેની તરફ બંદૂકો તાકી રહ્યા છે. ડાયરેક્ટર એક્શન કહેતાની સાથે જ સની દેઓલ આગળ વધીને થાંભલો ઉખેડી નાખે છે.

આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે ગદર 2નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ વાયરલ વીડિયોએ ચાહકોમાં ઉત્સાહ બમણો કરી દીધો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ હવે સનીના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગદર 2થી સની દેઓલ લાંબા સમય પછી કમબેક કરવા જઈ રહ્યો છે. જો કે તેણે થોડાં સમય પહેલા ફિલ્મ કરી હતી પરંતુ તે તમામ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

રતન ટાટા વિશે માહિતી ગુજરાતી|રતન ટાટા વિશે માહિતી

રતન ટાટા હાલ ટ્વિટર મા તેમના મિત્ર દુઃખ વ્યક્ત કરુ મારા મિત્ર અને સાથીદાર શ્રી આર.કે. કૃષ્ણકુમારના નિધનથી મને જે ઊંડી ખોટ અનુભવાય છે
 તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. જૂથમાં અને અંગત રીતે અમે જે સૌહાર્દ બાંધ્યું હતું તે હું હંમેશા યાદ રાખીશ. તેઓ ટાટાના સાચા પીઢ હતા અને બધા તેમને ખૂબ જ યાદ કરશે.ratan TATA