દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવી રહ્યું છે. આ બજેટમાં મહિલાઓ, વિકલાંગો, ખેડૂત, યુવાનો, ઉદ્યોગ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ દરેક ક્ષેત્રને આવરી લેતી નવી દિશા દર્શાવવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ છે કે વિકાસ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં સ્પષ્ટ ફેરફાર લાવે.મહિલાઓ અને વિકલાંગો માટે સશક્તિકરણ
મહિલાઓ માટે “શી સેલ્ફ હેલ્પ આંત્રપ્રેન્યોર માર્ટ્સ” શરૂ થશે, જેમાં સમુદાય આધારિત રિટેલ આઉટલેટ્સ મારફતે મહિલાઓને સ્વરોજગાર મળશે.
વિકલાંગો માટે IT, AVGC, હૉસ્પિટાલિટી, ફૂડ અને બેવરેજીસ જેવા ક્ષેત્રોમાં રોજગાર માટે વિશેષ તાલીમ અને તક ઊભી કરાશે.
‘દિવ્યાંગ સહારા યોજના’ હેઠળ ALIMCOને સંશોધન, ઉપકરણો અને AI ઇન્ટિગ્રેશન માટે સહાય મળશે.
વિકલાંગો અને વૃદ્ધો માટે Assistive Technology Marts શરૂ કરીને તેમને આધુનિક ટેક્નોલોજી સરળતાથી ઉપલબ્ધ કરાશે.
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનનું પુનર્ગઠન થશે.
વિદેશમાં રહેતા ભારતીયો હવે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ સીધું લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરી શકશે.
મ્યુનિસિપલ બૉન્ડ્સ માટે ₹1000 કરોડથી વધુના ઇશ્યુ પર ₹100 કરોડનું પ્રોત્સાહન આપવામાં આવશે.
બૅન્કિંગ ક્ષેત્ર માટે એક હાઈ-લેવલ કમિટી રચાશે, જેથી ભવિષ્યના પડકારો માટે તૈયારી મજબૂત બને.
દાનકુનીથી સુરત સુધી સમર્પિત ફ્રેઈટ કૉરિડોર બનાવાશે.
આગામી પાંચ વર્ષમાં 20 નવા નૅશનલ વોટર-વે કાર્યરત થશે.
2047 સુધીમાં કોસ્ટલ અને ઇનલૅન્ડ વોટર ટ્રાન્સપોર્ટનો હિસ્સો 6% થી વધારી 12% કરાશે.
સાત હાઈસ્પીડ રેલ કૉરિડોર દેશને નવી ગતિ આપશે, જેમા મુંબઈ–પુણે, દિલ્હી–વારાણસી, ચેન્નાઈ–બેંગ્લુરુ જેવા માર્ગો સામેલ છે.
જામનગર સ્થિત WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરાશે.
કૅન્સર સહિત ગંભીર બીમારીઓ માટે 24 દવાઓ સસ્તી કરાશે.
1.5 લાખ કેરગિવર્સને તાલીમ આપવામાં આવશે.
ત્રણ નવા AIIMS આયુર્વેદ, તેમજ NIMHANS-2 સ્થાપિત થશે.
જિલ્લા હૉસ્પિટલોમાં ટ્રૉમા કેર ક્ષમતામાં 50% વધારો થશે.
નૅશનલ કાઉન્સિલ ફૉર હોટલ મેનેજમેન્ટને અપગ્રેડ કરી નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ હૉસ્પિટાલિટી બનાવાશે.
10,000 ટુર ગાઈડ્સને તાલીમ આપવા પાઈલટ યોજના શરૂ થશે.
ડિજિટલ ડેસ્ટિનેશન ગ્રિડ દ્વારા વારસાની ડિજિટલ ડોક્યુમેન્ટેશન થશે.
હિમાચલ, ઉત્તરાખંડ, J&K અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માર્ગ વિકાસ થશે.
પાંચ રાજ્યોમાં ‘બર્ડ વૉચિંગ ટ્રેઈલ્સ’ વિકસાવવામાં આવશે.
દરિયાકાંઠે કોકો, નાળિયેર, કાજુ, ચંદન જેવા પાકોને પ્રોત્સાહન મળશે.
પૂર્વોત્તરમાં અગર અને ઉત્તર ભારતમાં બદામ, પાઈનનટ, અખરોટને ટેકો મળશે.
‘ભારત વિસ્તા’ દ્વારા ખેડૂતોને AI આધારિત સાધનો તેમની ભાષામાં મળશે.
નાળિયેર માટે વિશેષ પ્રોત્સાહન યોજના અમલમાં આવશે.
ઔદ્યોગિક કૉરિડોર નજીક 5 યુનિવર્સિટી ટાઉનશિપ્સ માટે સહાય.
દરેક જિલ્લામાં એક કન્યા છાત્રાલય બનાવાશે.
ખગોળ ભૌતિકશાસ્ત્ર માટે 4 ટૅલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
15,000 શાળાઓ અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’.
નવું નૅશનલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત થશે.
બજેટ 2026–27 ભારતને ટેક્નોલોજી, માનવ વિકાસ અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ ધપાવતું છે. આ માત્ર આર્થિક દસ્તાવેજ નહીં, પરંતુ દેશના ભવિષ્યનું વિઝન છે જે દરેક નાગરિકના જીવનને વધુ સશક્ત અને સુલભ બનાવશે.
#unionbudget2026 #budget2026 #nirmalasitharaman #finance
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો