(1) નો ડ્યુઝ સર્ટિફિકેટ (No Dues Certificate)
આ દસ્તાવેજ સાબિત કરે છે કે લોનની સમગ્ર રકમ ચૂકવાઈ ગઈ છે અને બેંક તરફથી હવે કોઈ બાકીદારી નથી.
(2) મૂળ મિલકત વાહનના દસ્તાવેજો
હોમ લોન કે વાહન લોન વખતે બેંક પાસે જમા કરાવેલા તમામ મૂળ દસ્તાવેજો પાછા લેવું અત્યંત જરૂરી છે.
• એક પણ દસ્તાવેજ ઓછો હોય તો તરત બેંક પાસે લેખિત રીતે માંગણી કરવી જોઈએ.
(3) લોન અકાઉન્ટ ક્લોઝર લેટર
આ અધિકૃત પત્રમાં બેંક સ્પષ્ટ રીતે લખે છે કે તમારું લોન અકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.
• આ પત્ર ભવિષ્યમાં નવી લોન લેતી વખતે કે કોઈ સ્પષ્ટતા માટે ખૂબ ઉપયોગી બને છે.
(4) ક્રેડિટ રિપોર્ટ અપડેટ થયાની ખાતરી (મોટાભાગે લોકો અહીં ભૂલ કરે છે)
લોન ક્લોઝ થયા પછી પણ ઘણી વખત ક્રેડિટ રિપોર્ટમાં લોન “એક્ટિવ” દેખાતી રહે છે.
• જો સમયસર સુધારો ન થાય તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે, જે નવી લોનમાં મુશ્કેલી ઊભી કરે છે.
(5) લિયન ચાર્જ રિમૂવલ માટેનું NOC
પ્રોપર્ટી કે વાહન પર બેંકનો ચાર્જ દૂર કરવા માટે આ NOC જરૂરી છે.
• આ દસ્તાવેજ વગર મિલકત વેચવી, ટ્રાન્સફર કરવી કે નવી લોન લેવી મુશ્કેલ બની શકે છે.
મહત્વની ચેતવણી
લોન ક્લોઝ થયા પછી બેંક આપમેળે આ તમામ દસ્તાવેજો આપતી નથી.
ગ્રાહકે જાતે જ બેંકનો સંપર્ક કરી અને દરેક દસ્તાવેજ મેળવી લેવું જરૂરી છે.
એક નાની બેદરકારી તમને વર્ષો સુધી તણાવમાં મૂકી શકે છે.
અત્યારેજ ચેક કરો કે તમારી અગાઉની લોન ક્લોઝ કરતી વખતે આ તમામ દસ્તાવેજો મળ્યા હતા કે નહીં.
આ માહિતી જનહિત માટે છે સમજદારી આજે, સુરક્ષા આવતીકાલે...!
#LoanClosure #BankingAwareness #FinancialSafety #NoDuesCertificate
#CreditScore #CIBILUpdate
#HomeLoan #VehicleLoan #MoneyMatters
#SmartBorrower
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો