પછી શહેરમાં ધાર્મિક પ્રવાસન સાથે સાથે આર્થિક વિકાસની નવી લહેર જોવા મળી રહી છે. તાજેતરના એક અભ્યાસમાં જણાવાયું છે કે મંદિર ખુલ્યા બાદ સ્થાનિક વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
અહેવાલ મુજબ
અગાઉ અયોધ્યાના ઘણા નાના દુકાનદારો રોજના સરેરાશ ₹500 જેટલી કમાણી કરતા હતા, જ્યારે હવે વધતા પ્રવાસન અને શ્રદ્ધાળુઓની સંખ્યાને કારણે તેમની દૈનિક આવક લગભગ ₹2,500 સુધી પહોંચી ગઈ છે. શહેરના બજારોમાં સતત ભીડ રહેતા વેપાર પ્રવૃત્તિઓમાં ગતિ આવી છે અને સ્થાનિક અર્થતંત્ર વધુ સક્રિય બન્યું છે.
મંદિર દર્શન માટે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચતા હોવાથી હોટેલ અને હૉસ્પિટાલિટી ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે. માહિતી અનુસાર શહેરમાં આશરે 150 જેટલા નવા હોટેલ અને ગેસ્ટહાઉસ શરૂ થયા છે, જેના કારણે રોકાણમાં વધારો થયો છે અને પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.
પ્રવાસન ક્ષેત્રના વિસ્તરણને કારણે ટ્રાન્સપોર્ટ સેવા
ટેક્સી, ઇ-રિક્ષા, માર્ગદર્શક સેવા, રેસ્ટોરન્ટ, પ્રસાદ અને સ્મૃતિચિહ્નોના વેપાર જેવા અનેક ક્ષેત્રોમાં રોજગારની નવી તકો ઉભી થઈ છે. અંદાજ મુજબ આગામી વર્ષોમાં અયોધ્યામાં લગભગ 1.2 લાખ જેટલી નવી નોકરીઓ સર્જાઈ શકે છે, જે સ્થાનિક યુવાનો માટે મહત્વપૂર્ણ તક બની શકે છે.
સરકાર દ્વારા રસ્તા, રેલવે સ્ટેશન,એરપોર્ટ, સ્વચ્છતા વ્યવસ્થા અને શહેરની આધુનિક સુવિધાઓમાં પણ સુધારા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે અયોધ્યા ધાર્મિક સાથે સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી રહી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ધાર્મિક પ્રવાસન માત્ર આસ્થા સુધી સીમિત નથી રહેતું
પરંતુ તે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનું શક્તિશાળી સાધન બની શકે છે. અયોધ્યાનું ઉદાહરણ દર્શાવે છે કે મોટા ધાર્મિક પ્રોજેક્ટ્સ આસપાસના વિસ્તારોમાં રોજગાર, વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપી શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો