રાજ્યસભાના સભ્ય Raghav Chadha એ ટેલિકોમ પ્લાનને લઈને મોટો મુદ્દો ઉઠાવ્યો છે, જે કરોડો મોબાઇલ યુઝર્સને સીધો અસર કરે છે.
હાલમાં મોટા ભાગના ટેલિકોમ પ્લાનમાં દરરોજ 1.5GB અથવા 2GB ડેટા આપવામાં આવે છે.
પરંતુ હકીકત એ છે કે ઘણા યુઝર્સ રોજ આટલો ડેટા ઉપયોગ કરી શકતા નથી. પરિણામે, જે ડેટા બાકી રહે છે તે દિવસ પૂરો થતાં જ આપમેળે ખતમ થઈ જાય છે કોઈ રિફંડ કે બેલેન્સ આગળ લઈ જવાની સુવિધા વગર.
આ બાબતે Raghav Chadha એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે “જ્યારે યુઝરે ડેટા માટે પૈસા ચૂકવ્યા છે, તો બાકી રહેલો ડેટા નષ્ટ કેમ થાય? તેને આગળના દિવસોમાં carry forward થવો જોઈએ.”
આ મુદ્દો માત્ર એક વ્યક્તિનો નથી કરોડો લોકો રોજ આ સમસ્યા અનુભવે છે. ઘણા લોકોનું ડેટા દરરોજ બગડે છે, જે સીધો પૈસાનો નુકસાન છે.
જો આ પ્રકારની નીતિ અમલમાં આવે તો યુઝર્સને વધુ value મળશે
• ડેટાનો યોગ્ય ઉપયોગ થશે
• ટેલિકોમ કંપનીઓ પર પારદર્શિતા માટે દબાણ વધશે
પરંતુ હકીકત એ પણ છે કે ટેલિકોમ કંપનીઓ માટે આ બદલાવ સરળ નહીં હોય, કારણ કે તેમનો મોટો નફો unused data પર જ આધારિત છે.
હવે જોવાનું રહેશે કે સરકાર અને ટેલિકોમ કંપનીઓ આ મુદ્દે શું નિર્ણય લે છે શું યુઝર્સને સાચો લાભ મળશે કે આ માત્ર ચર્ચા સુધી જ સીમિત રહેશે?
#TelecomNews #DataPlan #RaghavChadha #IndiaNews #MobileUsers #DigitalIndia #BreakingNews
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો