અમેરિકામાં ભારતીય પરિવારને લઈને મોટી ચર્ચા! સવારના 5 વાગ્યે શરૂ થતી દિનચર્યાએ પાડોશીને પરેશાન કર્યો… !

અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રિસ્કો વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 આ પોસ્ટમાં તેણે પોતાના રોજિંદા જીવનમાં આવી રહેલી એક ખાસ મુશ્કેલી વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

આ વ્યક્તિ નાઈટ શિફ્ટમાં કામ કરે છે

એટલે તેની દિનચર્યા સામાન્ય લોકો કરતાં અલગ છે. તે રોજ રાત્રે લગભગ 3 વાગ્યે સુવા જાય છે. પરંતુ તેની ઊંઘ લાંબી ટકી શકતી નથી… કારણ કે તેના પાડોશમાં રહેતો એક ભારતીય પરિવાર રોજ સવારે લગભગ 5 વાગ્યે પોતાની દિનચર્યા શરૂ કરી દે છે.

તેના કહેવા પ્રમાણે, સવાર થતા જ ડ્રાઈવ-વે પર પાણી છાંટવાનો અવાજ, પછી સાફ-સફાઈનો અવાજ અને ત્યારબાદ પરિવારના સભ્યો હસતાં-રમતાં બહાર આવીને રંગોળી બનાવે છે. આ આખી પ્રક્રિયા દરમિયાન થતો અવાજ તેની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.
તેને આ બાબતે શાંતિથી વાત કરવાની કોશિશ પણ કરી હતી. તેણે પાડોશીઓને વિનંતી કરી કે સવારના સમયે થોડું શાંતિ જાળવે. પરંતુ તેને જે પ્રતિસાદ મળ્યો તે માત્ર એક સ્મિત અને એક સીધો જવાબ હતો
  “આ અમારી રોજની રીત છે.”

 આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો બે અલગ-અલગ વિચારધારામાં વહેંચાઈ ગયા છે.

 કેટલાક લોકોનું માનવું છે કે

• પાડોશમાં રહેતા લોકો માટે શાંતિ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે
• દરેક દેશમાં કેટલાક Noise Rules હોય છે, જેનું પાલન કરવું જોઈએ
• વ્યક્તિગત આદતો બીજા લોકો માટે મુશ્કેલી ન બને તે ધ્યાનમાં રાખવું જોઈએ

 જ્યારે બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે

• પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવવી પણ એટલી જ જરૂરી છે
• ઘણા ભારતીયો પણ માને છે કે વિદેશમાં રહેતાં સ્થાનિક નિયમોનું માન રાખવું જોઈએ
• આ ઘટનાની સચ્ચાઈ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે શું ખરેખર દરરોજ આવું બને છે?
•  આ સમગ્ર મુદ્દો માત્ર અવાજ અથવા એક પરિવારની દિનચર્યા સુધી સીમિત નથી રહ્યો…

•  આ હવે સંસ્કૃતિ અને સહઅસ્તિત્વ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું તેનો પ્રશ્ન બની ગયો છે

 આજકાલ દુનિયામાં લોકો વિવિધ દેશોમાં જઈને વસે છે, જ્યાં અલગ-અલગ સંસ્કૃતિઓ એકસાથે રહે છે. આવી સ્થિતિમાં પરસ્પર સમજણ, સંવાદ અને એડજસ્ટમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

 હવે સવાલ તમારી સામે છે

• શું વ્યક્તિએ પોતાની સુવિધા માટે પાડોશીઓને બદલવા કહેવું યોગ્ય છે?
•  કે પછી નવી જગ્યાએ જઈને પોતાની આદતોમાં થોડો ફેરફાર કરવો જોઈએ?

 તમારો મત જરૂર જણાવો…

#Frisco #Texas #ViralStory #IndianFamily #CulturalDebate #GujaratiNews #SocialMediaBuzz #RealTalk

ટિપ્પણીઓ