માત્ર 8 દિવસમાં ₹4નો વધારો! CNG બન્યું વધુ મોંઘું પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGનો ઝટકો..

CNGના વધતા ભાવથી સામાન્ય જનતા પર ફરી મોંઘવારીનો ડબલ માર!

દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે CNGના ભાવમાં ફરી વધારો થતાં સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG પણ મોંઘું બનતા રોજિંદા જીવન પર તેની સીધી અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ઓટો રિક્ષા ચાલકો, કેબ ડ્રાઇવરો અને રોજબરોજ CNG વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે આ વધારો મોટો આર્થિક બોજ સાબિત થઈ શકે છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે CNGનો ભાવ ₹80.09 પ્રતિ કિલો હતો

જે હવે વધીને ₹81.09 પ્રતિ કિલો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર છેલ્લા 8 દિવસમાં લગભગ ₹4 સુધીનો વધારો નોંધાયો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવને કારણે હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધવાની શક્યતા વધી ગઈ છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ઇંધણના વધતા ખર્ચનો સીધો પ્રભાવ બજારના અન્ય ક્ષેત્રો પર પણ પડે છે.

 ટ્રાન્સપોર્ટ મોંઘું બનતાં શાકભાજી, દૂધ, અનાજ સહિતની જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. એટલે કે CNGના વધેલા ભાવ માત્ર વાહનચાલકોને નહીં પરંતુ સામાન્ય પરિવારના માસિક બજેટને પણ અસર કરશે.

રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે. 

ઘણા વાહનચાલકોનું કહેવું છે કે કમાણી કરતાં ખર્ચ વધુ ઝડપથી વધી રહ્યો છે. બીજી તરફ મુસાફરો માટે ભાડામાં વધારો થવાની શક્યતાઓ પણ વધી રહી છે.

સોશિયલ મીડિયા પર પણ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 કેટલાક લોકોનું માનવું છે કે સતત વધતા ભાવને કારણે મધ્યમવર્ગ અને સામાન્ય લોકોનું જીવન વધુ મુશ્કેલ બનતું જાય છે. લોકો હવે સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
હાલમાં સૌથી મોટો સવાલ લોકોના મનમાં એ જ ઉઠી રહ્યો છે કે  

 શું આગામી દિવસોમાં CNGના ભાવમાં વધુ વધારો થશે?  અને જો આવું જ ચાલુ રહેશે તો સામાન્ય માણસ પોતાનું બજેટ કેવી રીતે સંભાળશે?

મોંઘવારીનો આ વધતો બોજ હવે દરેક ઘરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.


#CNGPriceHike #CNGNews #PetrolDiesel #Inflation #GujaratiNews #BreakingNews #IndiaNews #FuelPriceHike #AhmedabadNews #Trending News #AutoNews #MiddleClass #ViralPost #NewsUpdate

ટિપ્પણીઓ