ભારતીય સંસ્કૃતિ, કલા અને વૈભવને વિશ્વના સૌથી મોટા ફેશન મંચ પર રજૂ કરીને તેમણે ફરી એકવાર સાબિત કર્યું કે ભારતીય હેરિટેજની ચમક આખી દુનિયામાં અલગ ઓળખ ધરાવે છે.
Met Gala 2026 દરમિયાન સુઘા રેડ્ડીનો રોયલ ઇન્ડિયન લુક સોશિયલ મીડિયા અને ફેશન વર્લ્ડમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
તેમણે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ તૈયાર કરાયેલ કસ્ટમ આઉટફિટ પહેર્યું હતું. આ આઉટફિટ ભારતીય કારીગરી અને પરંપરાગત હસ્તકલાથી પ્રેરિત હોવાનું જણાવાયું છે.
માહિતી મુજબ આ વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં 90થી વધુ કારીગરોએ મહેનત કરી હતી અને કુલ 3,459 કલાકનો સમય લાગ્યો હતો. આ ડ્રેસમાં ભારતીય હસ્તકલા, ઝરી વર્ક અને રાજાશાહી સ્ટાઇલનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું.
પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનાર વસ્તુ હતી તેમની દુર્લભ તાન્ઝનાઇટ નેકલેસ.
અંદાજે 550 કેરેટનો આ ભવ્ય નેકલેસ કરોડોની કિંમત ધરાવે છે. અહેવાલો મુજબ તેની કિંમત લગભગ ₹142 કરોડ હોવાનું કહેવાય છે. આ જ્વેલરીએ Met Galaના સૌથી ચર્ચિત લુકમાં સ્થાન મેળવ્યું હતું.
સુઘા રેડ્ડીના આ લુકને ફેશન નિષ્ણાતો દ્વારા “ઇન્ડિયન લક્ઝરીનો વૈશ્વિક પ્રદર્શન” તરીકે પણ વર્ણવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમના સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિત્વની પ્રશંસા કરી હતી.
હૈદરાબાદથી શરૂ થયેલી તેમની સફર આજે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે.
તેઓ માત્ર બિઝનેસવુમન જ નહીં પરંતુ સમાજસેવા ક્ષેત્રે પણ સક્રિય છે. શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પણ તેઓ યોગદાન આપતા આવ્યા છે.
Met Gala 2026માં તેમની હાજરીએ ફરી એકવાર દુનિયાને બતાવ્યું કે ભારતીય કલા, પરંપરા અને હસ્તકલા વૈશ્વિક ફેશન ઇન્ડસ્ટ્રીમાં ગર્વથી સ્થાન બનાવી શકે છે. ભારતીય ફેશન અને જ્વેલરી માટે આ ક્ષણ ખાસ માનવામાં આવી રહી છે.
ભારતીય સંસ્કૃતિની શાન અને વૈભવને દુનિયાના સૌથી મોટા રેડ કાર્પેટ પર પહોંચાડનાર સુઘા રેડ્ડી આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
#SudhaReddy #MetGala2026 #IndianHeritage #ManishMalhotra #IndianLuxury #FashionNews #TanzaniteNecklace #RoyalLook #IndianCraftsmanship #Hyderabad #MetGalaLook #LuxuryFashion #GujaratiNews #ViralNews #BollywoodFashion #CelebrityStyle #IndiaPride
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો