NEET પેપર લીક કૌંભાંડથી દેશ હચમચ્યું લાખો વિદ્યાર્થીઓના સપનાઓ સાથે થયો ખેલ ?

NEET પેપર લીક કૌંભાંડથી દેશભરમાં રોષ 

દેશની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા ગણાતી NEET ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ચાલી રહેલી તપાસમાં એવા ચોંકાવનારા સંકેતો મળ્યા છે કે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓ સુધી કથિત “ગેસ પેપર” પહોંચાડી દેવામાં આવ્યું હતું. આ ઘટનાએ લાખો મહેનતુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતા વધારી દીધી છે.
રિપોર્ટ્સ મુજબ, સીકર વિસ્તારમાં પરીક્ષા પહેલા બે દિવસથી કેટલાક વિદ્યાર્થીઓ પાસે એક એવું પ્રશ્નપત્ર ફરતું હતું, જેમાંથી મોટા ભાગના પ્રશ્નો અસલી NEET પરીક્ષામાં પૂછાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. કહેવાય છે કે 720 માર્ક્સના પેપરમાંથી લગભગ 600 માર્ક્સ જેટલા પ્રશ્નો આ કથિત ગેસ પેપરમાંથી મેચ થયા હતા. આ સમાચાર બહાર આવતા જ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

તપાસમાં વધુમાં એવું પણ સામે આવ્યું છે કે આ પેપર લાખો રૂપિયામાં વેચાયું હોવાની શંકા છે. 

શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી 5-5 લાખ રૂપિયા સુધીની માંગણી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ આરોપો સાચા સાબિત થાય, તો આ માત્ર પેપર લીક નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલો મોટો વિશ્વાસઘાત ગણાશે.

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને NEET જેવી કઠિન પરીક્ષાની તૈયારી કરે છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે કોચિંગ, હોસ્ટેલ અને અભ્યાસ પાછળ વર્ષો ખર્ચી નાખે છે. આવી સ્થિતિમાં જો કોઈ ગેરરીતિથી પૈસા આપી પ્રશ્નપત્ર મેળવી લે, તો તે મહેનતુ વિદ્યાર્થીઓ માટે અન્યાય સમાન છે.

આ ઘટનાના કારણે દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

 સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પારદર્શક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અનેક લોકોનું માનવું છે કે જો શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી જાય, તો યુવાનોનો વિશ્વાસ તૂટી જશે.


તપાસ એજન્સીઓ હાલમાં સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 

કોણે પેપર બહાર પાડ્યું? કોણે વેચાણ કર્યું? અને કેટલાં વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી?  આવા અનેક સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે. જો કોઈ અધિકારી, કોચિંગ સંસ્થા અથવા અન્ય વ્યક્તિ સંડોવાયેલ હશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર પરીક્ષા રદ્દ કરવી પૂરતી નથી, પરંતુ આખી સિસ્ટમને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાની જરૂર છે. ટેક્નોલોજી અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવી હવે સમયની માંગ બની ગઈ છે.

આ સમગ્ર મામલાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રાખવું માત્ર સરકાર નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. લાખો વિદ્યાર્થીઓના સપનાઓ સાથે કોઈ રમે નહીં 
એ માટે કડક પગલાં લેવાની જરૂર છે.

 તમારું શું માનવું છે? NEET જેવી પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે શું કરવું જોઈએ?

#NEET #NEETExam #PaperLeak #NEETScam #EducationSystem #Rajasthan #SOG #IndiaNews #Students #ExamNews #GujaratiNews #TrendingNews #BreakingNews #MedicalStudents #JusticeForStudents

ટિપ્પણીઓ